તોય પણ આદમથી લયને મુસા હુધી ઈ બધાય ઉપર મોત આવ્યુ. આદમના પાપે બધાય લોકોને પરભાવિત કરયા બરાબર ઈ એવી જ રીતે જે મસીહે કરયુ, ઈ પછી આવ્યો, ઈ પણ બધાય લોકોને પરભાવિત કરે છે.
ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.