8 હવે જો મસીહ ઈસુની હારે આપડે મરી ગયા છયી, તો આપડો વિશ્વાસ છે કે, આપડે એની હારે જીવતા પણ રેહું.
થોડીકવાર પછી જગતના લોકો મને પાછો નય જોય, પણ તમે મને જોહો કેમ કે, હું જીવું છું ઈ હાટુ તમે પણ જીવશો.
ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.