પણ જઈ હું, માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ, વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! પણ માણસના કામોથી સાબિત થાય છે કે, જ્ઞાની કોણ છે.
તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.
ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.