કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.
આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.