Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 6:4 - કોલી નવો કરાર

4 ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 6:4
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”


ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.


તોય પરમેશ્વરે એને મોત પછી પાછો જીવતો કરી દીધો. એને એણે મોતની તાકાતથી છુટ્ટો કરયો, કેમ કે, તેઓ ઈસુને મોતની હાટુ પોતાના કાબુમાં રાખી હકતા નથી.


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


શું આપડે જાણી છયી કે, આપડે બધાય જેટલાએ ઈસુ મસીહની હારે એકતામાં જઈ આપડે જળદીક્ષા લીધી તો આ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા.


હવે જો મસીહ ઈસુની હારે આપડે મરી ગયા છયી, તો આપડો વિશ્વાસ છે કે, આપડે એની હારે જીવતા પણ રેહું.


કેમ કે, આપડે જાણી છયી કે, મસીહ મરણમાંથી જીવી ઉઠયો અને ઈ પાછો કોયદી નય મરે, મોતનો એની ઉપર હવે કોય અધિકાર નથી.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


એના બદલે, આપડુ દેહ મહત્વનું છે કેમ કે, જેવી રીતે પરમેશ્વરે પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરવા હાટુ પોતાના સામર્થનો ઉપયોગ કરયો હતો, ઠીક એવી જ રીતે ઈ આપણને પણ મરણમાંથી જીવાડશે.


ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.


હે માલિકો, પોતપોતાના નોકરની હારે ન્યાય અને હાસો વ્યહેવાર કરો, હંમજીને સ્વર્ગમા તમારો પણ એક માલીક છે.


આ પાણી ઈ પાણીની આગેવાની કરે છે જેમાં આપડે જળદીક્ષા લેયી છયી, જેનાથી પરમેશ્વર આપણને બસાવે છે. કેમ કે, એણે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા હતા. ઈ પાણી ખરેખર આપડા દેહથી મેલ દુર કરતુ નથી. એની બદલે એવુ દેખાડે છે કે, આપડે પરમેશ્વરને વિનવણી કરી છયી કે ઈ આપણને ભરોસો દેય કે, એણે આપડા પાપ દુર કરી દીધા છે.


જે કોય આ કેય છે કે, હું પરમેશ્વરમાં બનેલો રવ છું તો એને પણ પોતે જેમ ઈસુ મસીહ રેતા હતાં એમ જ રેવું જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ