Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 6:21 - કોલી નવો કરાર

21 પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 6:21
46 ပူးပေါင်းရင်းမြစ်များ  

આવા કામો કરનારાઓ મરણને લાયક છે. તેઓ પરમેશ્વરનો નિયમ જાણયા છતાય તેઓ પોતે આવા કામો કરે છે એટલુ જ નય પણ એવા કામ કરનારાઓની વાહ-વાહ કરે છે.


એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ.


તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.


કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.


કેમ કે, જઈ આપડે આપડા પાપી સ્વભાવના કાબુમાં હતાં, તો નિયમશાસ્ત્ર દ્વારા જાગેલી પાપીલી ઈચ્છાઓ આપડા દેહમાં કામ કરી રય હતી ઈ મોતનુ ફળ લીયાવવા હાટુ આપડી અંદર કામ કરતી હતી.


કેમ કે, જો તમે દેહ પરમાણે જીવો છો તો મરશો જ; પણ જો તમે આત્માથી દેહના કામોને મારી નાખશો તો તમે જીવશો.


પોતાના પાપીલા સ્વભાવને પોતાના મનને કાબુમાં કરવા દેવું મોત બાજું લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.


પણ શરમજનક અને ગુપ્ત કામો કરવાનું બંધ કરી દીધુ છે, અને અમે સાલાકી કરતાં નથી કે અમે પરમેશ્વરનાં વચનમાં ભેળસેળ કરતાં નથી, પણ હાસાયના પુરેપુરા અંજવાળામાં પરમેશ્વરની હાજરીમાં જીવી છયી, અને દરેકના અંતર આત્મામાં અમારી લાયકાતની ખાતરી થાય ઈ રીતે રેવાનો પ્રયત્ન કરી છયી.


કેમ કે, તમારે પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થયા, એની દ્વારા તમારામાં કેટલો બદલાવ આવ્યો એનો વિસાર કરો, એનાથી તમે અને બદલો લેવાનો વિસાર ઉત્પન થયો? તમે બધાય પરકારથી આ સિદ્ધ કરીને દેખાડયું કે, તમે આ વાતોમાં નિર્દોષ છો,


તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.


જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે.


પણ બીજા લોકો ઈ જમીન જેવા છે જે કાંટા અને જાળો ઉગાડે છે. આવી જમીન હરાપિત છે અને છેલ્લે એને આગથી બાળવામાં આયશે.


એની પછી, જઈ ઈ પાપ કરવાનું વિસારે છે, તઈ ઈ પાપ કરે છે. અને જઈ પાપ વધે છે તો એનુ પરિણામ અનંતકાળનું મોત લયને આવે છે.


તો ઈ આ જાણી લેય કે, કોય પણ જે હાસના મારગને છોડી દીધેલા પાપી માણસને પસ્તાવો કરીને પાછો લીયાવે તો ઈ ભાઈ કા બહેન એક જીવને મોતથી બસાવશે અને પરમેશ્વર એના બધાય પાપોને માફ કરશે.


હું આ ઈ હાટુ કય રયો છું કેમ કે, હવે વખત આવી ગયો છે કે, પરમેશ્વર લોકોનો ન્યાય કરવાનું શરુ કરે અને પેલા ઈ લોકોનો ન્યાય કરશે જે એના છે કેમ કે, ઈ પેલા આપડે વિશ્વાસીઓનો ન્યાય કરશે, એવી ભયાનક વસ્તુઓની વિષે વિસારો જે ઈ લોકોની હારે થાહે, જે હારા હમાસારનું પાલન નથી કરતાં જે એનાથી આવે છે.


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


કેમ કે, તેઓએ તારા લોકો અને આગમભાખીયાઓને મારી નાખ્યા, અને તેઓનું લોહી વહેડાવયુ, ઈ હાટુ હવે તુ એને લોહી પીવા આપે છે, આ એની હાટુ હાસુ વળતર છે.”


ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ