Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 6:14 - કોલી નવો કરાર

14 તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 6:14
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

તે દીકરો જણશે અને તું એનુ નામ ઈસુ પાડજે કારણ કે, ઈ એના લોકોને એના પાપોથી બસાયશે.”


અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.


કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


જો દીકરો તમને મુક્ત કરે છે, તો ખરેખર તમે છુટી જાહો.


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


કેમ કે, જઈ એક માણસના પાપની લીધે બધાય લોકો મરી ગયા, તો જે લોકો કૃપા અને ઈ ન્યાયીપણાનું દાન છે. ઈ અનંતજીવન પ્રાપ્ત કરશે અને ઈસુ મસીહની હારે રાજ કરશે કેમ કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે.


ઈ હાટુ જેમ એક પાપ બધાય માણસ હાટુ દંડ લીયાવાનું કારણ થયુ, એમ જ એક ન્યાયીપણાનું કામ પણ બધાય માણસોને ન્યાયી ઠરાવીને જીવન આપે છે.


પાપને તમારા નાશવંત દેહમાં રાજ્ય કરવા દયને તમારા દેહની ભુંડી ઈચ્છાઓને આધીન નો થાવ.


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


એથી વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આપડે ઋણી છયી, પણ દેહ પરમાણે જીવવા હાટુ દેહના ઋણી નથી.


કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.


પણ એનાથી પેલા કે, મસીહ આવ્યો અને અમે એની ઉપર વિશ્વાસ કરી હકી, આપડે યહુદીઓને જેલખાનામાં બંધ કરવામાં આવ્યા હતા અને મસીહના આવવા હુધી કેદીઓની જેમ શાસ્ત્ર દ્વારા આપડી રખેવાળી કરવામાં આવી. નિયમશાસ્ત્રએ આપણને કેદીઓની જેમ રાખ્યા હતા જ્યાં હુધી કે, પરમેશ્વરે આપણને મસીહ દેખાડ્યો નય.


જેઓ શાસ્ત્રને આધીન રેવા માગે છે તેઓને હું આ સવાલ પૂછવા માગું છું કે, શાસ્ત્ર જે કેય છે ઈ તમે હાંભળતા નથી?


પણ જો તમે પવિત્ર આત્માની આગેવાનીમાં હાલો છો, તો તમે મુસાના શાસ્ત્રની આધીન રેતા નથી.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ