Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 6:11 - કોલી નવો કરાર

11 એવી રીતે તમે પણ પોતાના પાપની તાકાતને મરેલી હમજો, પણ પરમેશ્વરની હાટુ મસીહ ઈસુમાં તમે પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 6:11
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


ઈ એકલા જ્ઞાની પરમેશ્વરને, ઈસુ મસીહ દ્વારા, અનંતકાળ હુધી મહિમા થાય. આમીન.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


કેમ કે, મસીહ ઈ જે મરી ગયો તો પાપની હાટુ એક જ વાર મરી ગયો, પણ હવે જઈ ઈ જીવતો છે, તો પરમેશ્વરની સેવા કરવા હાટુ જીવે છે.


અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.


નય! કઈયેય નય! આપડે પાપની હાટુ મરી ગયા છયી અને એટલે આપડે પાપીલા કામ કરવાનું સાલું નો રાખવું જોયી.


કેમ કે, પાપનુ પરિણામ મરણ છે, પણ આપડા પરભુ ઈસુ મસીહથી પરમેશ્વરની કૃપા અનંતકાળનું જીવન છે.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


કેમ કે, હું માનું છું કે, જે મહિમા આપણને પરગટ થાવાની છે એની હારે હાલના વખતના દુખો હરખાવવા લાયક નથી.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


એણે પોતે પોતાના દેહમાં આપડા પાપોની હાટુ સજા ભોગવી, જઈ ઈ વધસ્થંભ ઉપર મરી ગયો, જેથી આપડે પાપ કરવાનું છોડીને હાસી રીતે જીવવાનું શરુ કરી. કેમ કે, તેઓએ એને મરણતોલ કરી દીધો પરમેશ્વરે તમને હાજા કરયા છે.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ