Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 5:8 - કોલી નવો કરાર

8 પણ આપડે જઈ પાપી હતાં, તઈ મસીહ આપડી હાટુ મરણ પામ્યો. એવું કરવામાં પરમેશ્વરે આપડી ઉપર પોતાનો પ્રેમ પરગટ કરયો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 5:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી.


કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે.


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


ઈસુને આપડા અપરાધો હાટુ મારી નાખવાની હાટુ પકડાવો હતો અને પરમેશ્વરે આપણને પોતાની હારે ન્યાયી બનાવવા હાટુ ફરીથી જીવતો કરો.


વળી ગુનાઓ વધારે થાય ઈ હાટુ શાસ્ત્ર આવ્યું, પણ જ્યાં પાપ વધારે થયુ, ન્યા એની કરતાં વધારે કૃપા થય.


કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.


કોય પણને એક ન્યાયી માણસ હાટુ મરવુ અઘરું છે, કદાસ બની હકે કે, કોય ખરેખર હારા માણસ હાટુ મરવા હાટુ તૈયાર થય જાય.


પરમેશ્વરે પોતાના દીકરાને પોતાની હાટુ નથી રાખ્યો, પણ એને આપડા હાટુ આપી દીધો, ઈ કૃપા કરીને આપણને બધુય આપશે જે એણે આપણને આપવાનો આશીર્વાદ આપ્યો છે.


ઉસાય, ઊંડાણ, કે પરમેશ્વરની રસના કરેલી બીજી કોય પણ વસ્તુ આપણને પરમેશ્વરનાં પ્રેમથી નોખી કરી હકશે નય જે મસીહથી મળ્યું છે.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


પણ પરમેશ્વરે મારી ઉપર પોતાની દયા દેખાડી. તેઓએ એવુ આ કારણથી કરયુ જેથી મારી દ્વારા, એક એવો માણસ જેણે કોય બીજા કરતા વધારે ખોટા કામો કરયા છે, મસીહ ઈસુ આ દેખાડી હકે કે, ઈ મારી હાટુ ધીરજ રાખે છે, જો હું ગમે ઈ કરૂ. એણે એવુ ઈ હાટુ કરયુ કે, પછી બીજા લોકો એની ઉપર વિશ્વાસ કરે, અને અનંતકાળનું જીવન મેળવી હકે.


કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ