7 કોય પણને એક ન્યાયી માણસ હાટુ મરવુ અઘરું છે, કદાસ બની હકે કે, કોય ખરેખર હારા માણસ હાટુ મરવા હાટુ તૈયાર થય જાય.
કેમ કે, ઈ લોકોના મન જડ થય ગયા છે, અને તેઓના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ મિશી લીધી છે, ક્યાક એવુ ના થાય કે, તેઓ આંખુથી જોવે, અને કાનોથી હાંભળે અને મનથી હમજે, અને પસ્તાવો કરે તો હું તેઓને હાજા કરૂ.
પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી.
બાર્નાબાસ એક ભલો માણસ હતો, અને પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો, ઈ વખતમાં ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
એણે મારો જીવ બસાવવા હાટુ પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. અને ખાલી હું જ નય પણ બિનયહુદીઓની આખી મંડળી પણ તેઓનો આભાર માંને છે.
કેમ કે, જઈ આપડે નબળા હતાં, તો મસીહ ઠરાવેલા વખતે અન્યાયીઓ હાટુ મરયો.
પણ આપડે જઈ પાપી હતાં, તઈ મસીહ આપડી હાટુ મરણ પામ્યો. એવું કરવામાં પરમેશ્વરે આપડી ઉપર પોતાનો પ્રેમ પરગટ કરયો છે.
આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.