રોમનોને પત્ર 5:18 - કોલી નવો કરાર18 ઈ હાટુ જેમ એક પાપ બધાય માણસ હાટુ દંડ લીયાવાનું કારણ થયુ, એમ જ એક ન્યાયીપણાનું કામ પણ બધાય માણસોને ન્યાયી ઠરાવીને જીવન આપે છે. အခန်းကိုကြည့်ပါ။ |
પરમેશ્વરે એને સડાવ્યો જેથી મસીહના લોહીથી ઈ એવુ બલિદાન બની જાય જેના દ્વારા લોકોના પાપોને એના વિશ્વાસના લીધે માફ કરી દેવામાં આવે. પરમેશ્વર આ દેખાડવા હાટુ કે ઈ ન્યાયી છે. ભૂતકાળમાં ઈ ધીરજવાન હતો અને લોકોના પાપોને ગણકારતો નોતો, પણ હાલના વખતમાં ઈ પોતાના પાપોનો બદલો આપે છે જેથી ઈ પોતાની ધાર્મિકતાને દેખાડી હકે આ રીતે પરમેશ્વર દેખાડે છે કે, ઈ પોતે ન્યાયી છે અને ઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરનારા બધાય લોકોને હાસા ઠરાવે છે.
પણ આદમનું પાપ ઈ વરદાન જેવુ નથી જે પરમેશ્વર આપણને પોતાની કૃપાથી આપે છે કેમ કે, એક માણસનું પાપ ઘણાય બધાય માણસોની હાટુ મોત લયને આવ્યુ. પણ પરમેશ્વરની કૃપા અને ધાર્મિકતાનું વરદાન જે એણે આપણને આપ્યુ છે, એની કિંમત ઘણાય બધાય માણસો હાટુ એનાથી ઘણુય વધારે છે, અને ઈસુ મસીહે એક માણસ તરીકે પોતાની કૃપાથી જે કરયુ એણે ઈ શક્ય કરયુ.