રોમનોને પત્ર 5:17 - કોલી નવો કરાર17 કેમ કે, જઈ એક માણસના પાપની લીધે બધાય લોકો મરી ગયા, તો જે લોકો કૃપા અને ઈ ન્યાયીપણાનું દાન છે. ઈ અનંતજીવન પ્રાપ્ત કરશે અને ઈસુ મસીહની હારે રાજ કરશે કેમ કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ આદમનું પાપ ઈ વરદાન જેવુ નથી જે પરમેશ્વર આપણને પોતાની કૃપાથી આપે છે કેમ કે, એક માણસનું પાપ ઘણાય બધાય માણસોની હાટુ મોત લયને આવ્યુ. પણ પરમેશ્વરની કૃપા અને ધાર્મિકતાનું વરદાન જે એણે આપણને આપ્યુ છે, એની કિંમત ઘણાય બધાય માણસો હાટુ એનાથી ઘણુય વધારે છે, અને ઈસુ મસીહે એક માણસ તરીકે પોતાની કૃપાથી જે કરયુ એણે ઈ શક્ય કરયુ.
તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.
એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.