14 તોય પણ આદમથી લયને મુસા હુધી ઈ બધાય ઉપર મોત આવ્યુ. આદમના પાપે બધાય લોકોને પરભાવિત કરયા બરાબર ઈ એવી જ રીતે જે મસીહે કરયુ, ઈ પછી આવ્યો, ઈ પણ બધાય લોકોને પરભાવિત કરે છે.
એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ.
કેમ કે, જઈ એક માણસના પાપની લીધે બધાય લોકો મરી ગયા, તો જે લોકો કૃપા અને ઈ ન્યાયીપણાનું દાન છે. ઈ અનંતજીવન પ્રાપ્ત કરશે અને ઈસુ મસીહની હારે રાજ કરશે કેમ કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે.
કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.