12 એટલે એક માણસ દ્વારા પાપ જગતમાં આવ્યું એટલે કે, આદમના દ્વારા, ઈ પેલો માણસ જેને પરમેશ્વરે બનાવ્યો કેમ કે, આદમે પાપ કરયુ, ઈ મરી ગયો. બધાય લોકો ઉપર મોત આવ્યું, કેમ કે, બધાયે પાપ કરયુ.
કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.