7 જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓના પાપ ઢકાણા છે, ઈ આશીર્વાદિત છે.
અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
ઈ જ રીતે પરમેશ્વર જે માણસને કરણી વગર ન્યાયી ગણે છે, એને દાઉદ હોતન આ પરમાણે આશીર્વાદ આપે છે કે,