23 અને આ વચન “પરમેશ્વરે એને પોતાની હારે હાસો ઠરાવ્યો” નો ખાલી ઈબ્રાહિમ હાટુ લખવામાં આવ્યું,
જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.
આ બધી વાતો બીજાઓને દાખલા તરીકે થાવા હાટુ બની અને આપડે જેઓ યુગોના છેલ્લા દિવસોમાં જીવી છયી એને સેતવણી મળે ઈ હાટુ લખવામાં આવ્યું છે.
જેમ તેઓ ખરાબ વસ્તુઓની ઈચ્છા રાખનારા હતાં એવાં આપડે નો થાયી, ઈ હાટુ આ વાતુ આપડી હાટુ સેતવણી હતી,