20 તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી.
તે જોયને લોકો સોકી ગયા, અને પરમેશ્વરે માણસોને આવો અધિકાર આપ્યો ઈ હાટુ તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી.
ઝખાર્યાએ સ્વર્ગદુતને કીધું કે, “આવું થાહે ઈ હું કેવી રીતે જાણું? કેમ કે, હું ગવઢો છું અને મારી બાયડી પણ ઘણાય વરહની થય છે.”
અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
જાગૃત રયો, વિશ્વાસમાં મકમ રયો, સાહસી માણસ બનો, વિશ્વાસમાં મજબુત બનો.
ઈ હાટુ હું મસીહનાં લીધે નબળાયું, અને નિંદાઓમાં, અને ગરીબીમાં, અને મુશ્કેલીમાં, અને સંકટોમાં, રાજી છું, કેમ કે જઈ હું નબળો હોવ છું, તઈ હું મસીહના સામર્થ્યમાં બળવાન છું.
અંતમાં, પરભુના શક્તિશાળી સામર્થ્યથી મજબુત બનો.
ઈ હાટુ હે મારા દીકરા તિમોથી, જે કૃપા ઈસુ મસીહે તારી ઉપર કરી છે એમા વધતો જા.