19 ઈ પોતે લગભગ હો વરહનો હતો. એનો દેહ મરવા જેવો થય ગયો હતો અને સારાને ગર્ભસ્થાને બાળક જણવાની કોય ખાતરી નોતી તોય ઈ વિશ્વાસમા નબળો પડયો નય.
તઈ એણે કીધુ કે, “આવ!” તઈ પિતર હોડી ઉપરથી ઉતરીને પાણી ઉપર હાલતો થયને ઈસુની પાહે જાવા લાગ્યો.
ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?”
ઈ હાટુ જો પરમેશ્વર મેદાનના ખડને જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં બાળી નાખવામાં આયશે, ઈ ખડને એવું હારું બનાવે છે, હે ઓછા વિશ્વાસુઓ તમને એનાથી વધીને હારા લુગડા જરૂર પેરાયશે.
ઈસુએ તેઓને કીધુ કે, “ઓ ઓછો વિશ્વાસ રાખનારાઓ શું કામ બીવો છો?” તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને અને દરીયાને ધમકાવ્યો અને બધુ શાંત થયુ.
હારું તો ઈ છે કે, માંસ નો ખાવું, દ્રાક્ષારસ નો પીવો, અને કાય એવુ નો કરવુ, જેનાથી તારો ભાઈ પાપમાં પડે.