Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 4:17 - કોલી નવો કરાર

17 જે પરમેશ્વર મરેલામાંથી જીવતા કરનાર છે અને જે બાબતો નથી ઈ જાણે કે હોય એવું પરગટ કરે છે અને જેની ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, એની આગળ ઈ આપડા બધાયનો વડવો છે, જેમ શાસ્ત્રમાં લખેલુ છે કે, મે તને ઘણીય બિનયહુદીઓનો વડવો બનાવ્યો છે એમ.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 4:17
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈબ્રાહિમ આપડો વડવો છે,” કેમ કે, હું તમને કવ છું કે, આ પાણામાંથી પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ બાળકો પેદા કરી હકે છે.


જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે.


હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.


આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.


આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.”


પરમેશ્વર ખાલી યહુદીઓનો જ પરમેશ્વર નથી, પણ ઈ બિનયહુદીઓનો પણ પરમેશ્વર છે.


આશા પુરી નય થાય એવું લાગતું હતુ તોય આશાથી પરમેશ્વર ઉપર ઈબ્રાહિમે વિશ્વાસ રાખ્યો કે, એથી ઈ વચન આપેલું હતુ કે, તારો વંશ એવો થાહે કે, ઈ પરમાણે ઈ ઘણાય બિનયહુદીઓનો વડવો થાય.


કેમ કે, ઈબ્રાહિમ જે કરણીઓથી ન્યાયી ઠરયો હોત, તો એને પોતાના વખાણ કરવાનું કારણ છે, પણ પરમેશ્વરની હામે નય.


અને જો પરમેશ્વરનો આત્મા જેણે ઈસુને મરણમાંથી જીવાડ્યો, તમારામા વસેલો છે, તો એણે મસીહને મરણમાંથી જીવતો કરયો ઈ તમારા મોત પામનાર દેહને પણ પોતાની આત્મા દ્વારા જે તમારામા રેય છે ઈ જીવાડશે.


અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”


વળી જે જગ્યાએ તેઓને કેવામાં આવ્યું હતુ કે, “તમે મારી પ્રજા નથી.” ઈ જ જગ્યાએ, “તેઓ જીવતા પરમેશ્વરનાં દીકરાઓ કેવાહે.”


પરમેશ્વરે તેઓને ગમાડયા, જે જગતની નજરમાં નીસા છે, તુચ્છકારે છે અને જે છે ઈ નથી એને નકામાં કરી દેય, જે મહત્વનું હંમજાય છે.


શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “પેલો માણસ, એટલે કે, આદમ, જીવતો પ્રાણી બન્યો” અને છેલ્લો આદમ મસીહ છે, જે જીવન આપવાવાળો આત્મા છે.


બધાય લોકોને જીવન આપનાર પરમેશ્વરની હામે, અને ઈસુ મસીહની હામે, જેણે પોંતિયસ પિલાત રાજ્યપાલની હામે હાસુ કબુલ કરયુ હતું, હું તને આ આજ્ઞા આપું છું,


આ કારણે ઈબ્રાહિમની બાળકોને પેદા કરવાની ઉમર વીતી ગય હતી, એનાથી આભના તારાઓ અને દરીયા કિનારાની રેતીની જેમ નો ગણી હકાય એટલી પેઢીઓ પેદા થય.


આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.


જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.


એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.


હે વાલાઓ, આ એક વાતને કોયદી નો ભુલતા કે, પરમેશ્વર હાટુ એક દિવસ એક હજાર વરહ બરોબર છે, અને એક હાજર વરહ એક દિવસ બરોબર છે, એના હાટુ એક દિવસ અને એક હજાર વરહ બધુય હરખું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ