અને ઈ સુન્નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.
પરમેશ્વરે ઈબ્રાહિમ અને એના વંશજો હારે વાયદો કરયો કે, ઈ તેઓને આ જગત આપશે. ઈ વાયદો એટલા હાટુ નોતો કરવામા આવ્યો કેમ કે, ઈબ્રાહિમે નિયમશાસ્ત્રનું પાલન કરયુ, પણ પરમેશ્વરમાં એના વિશ્વાસના કારણે એને ન્યાયી જાહેર કરવામા આવ્યો.
મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.
એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.