ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.
ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;
તો આપડે શું કેયી? શું નિયમ પાપ છે, નય! કઈયેય નય! પણ નિયમ દ્વારા હું પાપને જાણી હક્યો, મે જાણ્યું કે, “લાલસ કરાવી પાપ છે કેમ કે, શાસ્ત્રમાં લખેલ છે કે, લાલસ કરવી નય” તો હું આ નો જાણી હક્યો હોત કે, લાલસ કરવી ખોટુ છે.