Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:9 - કોલી નવો કરાર

9 તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે.


પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.


આમ બધીય માણસ જાતને પરમેશ્વરે આજ્ઞા નો માનવાના બંધનમાં મુકી છે; જેથી બધીય માણસજાત પ્રત્યે ઈ દયા દેખાડે.


એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


કદાસ કોક પુછે કે, શું સુન્‍નતથી યહુદીઓને બીજી જાતિઓ કરતાં વધારે કાય લાભ છે?


આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


કેમ કે, આપડે જાણી છયી કે, નિયમશાસ્ત્ર તો આત્મિક છે, પણ હું માણસ છું અને હું પાપનો ગુલામ છું.


હું શું કેવાની કોશિશ કરી રયો છું? મૂર્તિઓ હાસા દેવતા નથી, જેની હાટુ બલિદાન કરવામાં આવે છે અને ઈ બલિદાન કાય મુલ્ય હોય છે? નય!


આ કારણથી, હું આત્માથી પ્રાર્થના કરય અને મનથી પણ પ્રાર્થના કરય, આત્માથી ગાહુ અને મનથી પણ ગાહુ.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


તો પણ શું થયુ? બળતરાથી કે હાસાયથી મસીહની સુવાર્તાનો પરચાર કરવામા આવે છે, અને હું એનાથી રાજી છું, અને રાજી રેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ