7 કેટલાક લોકો કય હકે છે, “પણ જો મારું ખોટુ પરમેશ્વરની હાસાયને પરગટ કરે છે અને એને હજી વધારે મહિમા મળે છે, તો ઈ કેવી રીતે મારો ન્યાય કરી હકે છે, અને મને એક પાપીની રીતે અપરાધી ઠરાવી હકે છે?”
નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.