Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:22 - કોલી નવો કરાર

22 એટલે પરમેશ્વરનું ન્યાયીપણું જે મસીહ ઈસુ ઉપરનાં વિશ્વાસ દ્વારા બધાય વિશ્વાસ કરનારાઓની હાટુ છે ઈ; કેમ કે, એમા કાય પણ ફેરફાર નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:22
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ બાપે ચાકરોને કીધું કે, જલ્દીથી હારામાં હારા લુગડા કાઢીને એને પેરાવો, અને એને આંગળીમાં હારી લાગે એવી વીટી અને પગમાં જોડા હારા લાગે ઈ પેરાવો,


તઈ પવિત્ર આત્માએ મને તેઓની હારે કાય શંકા કરયા વગર જાવાનું કીધું, અને જોપ્પા શહેરના છ વિશ્વાસી ભાઈઓ પણ મારી હારે આવ્યા અને અમે બધાય કર્નેલીયસના ઘરમાં ગયા.


અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.


જે માણસને તમે હાજો નરવો જોવ છો અને એને ઓળખો પણ છો, ઈસુ મસીહના નામે વિશ્વાસ કરવાના કારણે હાલવા હાટુ તાકાત દીધી છે.


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


આયા યહુદીઓ અને બિનયહુદીઓમાં કાય ભેદ નથી, કેમ કે, બધાયના પરભુ એક જ છે, અને જે એને વિનવણી કરે છે તેઓ બધાય પ્રત્યે ઈ બોવ જ ઉદાર છે.


કેમ કે, મસીહ તો દરેક વિશ્વાસ કરનારની હાટુ ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની પૂર્ણતા છે.


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


કેમ કે, એક જ પરમેશ્વર છે, જે સુન્‍નતને વિશ્વાસથી અને બેસુન્‍નતીને હોતન વિશ્વાસ દ્વારા, પરમેશ્વર તેઓને ન્યાયી ઠરાવે છે.


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


મસીહની હારે આપડા ભેગા થાવાના કારણે અને એની ઉપર આપડા વિશ્વાસના કારણથી, હવે અમે પરમેશ્વરની હાજરી હોવાથી આપડી આઝાદી છે.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ