Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:21 - કોલી નવો કરાર

21 પણ હવે મૂસાના નિયમશાસ્ત્રના બધાય નિયમોનું પાલન કરયા વગર પરમેશ્વર આપણને પોતાની હારે હાસા જાહેર કરે છે. બોવ પેલાથી મૂસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાઓની સોપડીમા ઈ લખ્યું છે કે, કેવી રીતે આપડે પરમેશ્વર દ્વારા ન્યાયી બની ગયા છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:21
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.”


ફિલિપે નથાનિએલને મળીને કીધું કે, “અમને ઈ માણસ મળી ગયો, જેના વિષે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાએ લખ્યું હતું. ઈ નાઝરેથ શહેરનો યુસફનો દીકરો ઈસુ છે.”


બધાય આગમભાખીયા એની સાક્ષી આપે છે કે, જે કોય એના ઉપર વિશ્વાસ કરશે, એને એના નામથી પાપોની માફી મળશે.”


આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી.


પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી.


તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


પરમેશ્વરે આ હારા હમાસાર વિષેનું વચન એના આગમભાખીયાઓ દ્વારા અગાવથી આપ્યુ હતું અને ઈ શાસ્ત્રમાં લખેલુ છે.


પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.


ઈ હાટુ, આપડે જાણી છયી કે, આપડે ઈસુ મસીહમા ખાલી વિશ્વાસથી જ પરમેશ્વરની હારે હાસા ઠરી છયી. નય કે, નિયમના કામો કરવાથી.


કેમ કે, જેમ એક માણસના આજ્ઞા નો પાળવાથી બોવ બધાય લોકો પાપી ઠરયા, એમ જ એક માણસના આજ્ઞા પાળવાથી બોવ બધાય લોકો પરમેશ્વરની હારે હાસા ઠરશે.


કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.


અમે જે કેયી છયી, એનુ મહત્વ આ છે બિનયહુદીઓ પોતાને પરમેશ્વરની હારે ન્યાયીપાણામાં લીયાવાની કોશિશ નોતા કરી રયા, તેઓને વિશ્વાસથી એની હારે ન્યાયીપણામાં લીયાવામાં આવ્યા.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


કેમ કે, સજાની આજ્ઞામાં માહિમમાં હતો, તો ન્યાયીપણાની સેવામાં મહિમા કેટલી વધારે છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.


હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


ઘણાય વખત પેલા આગમભાખીયાઓ સંદેશો કેતા હતાં કે, પરમેશ્વરે તેઓને દેખાડ્યું હતું કે, કેવી રીતે એક દિ ઈ તમને કૃપાથી બસાવે. તેઓએ આ વાતુની બોવ જ હાસી રીતે તપાસ કરી.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ