Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:2 - કોલી નવો કરાર

2 એક યહુદી હોવામાં બોવ જ લાભ છે. બધાયથી મહત્વનું આ છે કે, પરમેશ્વરનાં વચનો તેઓને હોપવામાં આવ્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:2
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


આ જ મુસા એક આગમભાખીયાના રૂપમાં આપડા વડવાઓની હારે હતો, જઈ ઈ વગડામાં એક હારે ભેગા હતાં ન્યા સિનાઈ ડુંઘરા ઉપર મુસાને સ્વર્ગદુત દ્વારા જીવનદેનારા વચન મળ્યા અને એણે એને અમારી લગી પુગાડી દીધા.


પરમેશ્વરે આ હારા હમાસાર વિષેનું વચન એના આગમભાખીયાઓ દ્વારા અગાવથી આપ્યુ હતું અને ઈ શાસ્ત્રમાં લખેલુ છે.


તમે જાણો છો કે, પરમેશ્વર તમારાથી શું કરાવવા માગે છે અને તમે જાણો છો કે, શું હાસુ છે કેમ કે, તમને મૂસાના નિયમશાસ્ત્રમાંથી શીખવાડયુ છે.


કદાસ કોક પુછે કે, શું સુન્‍નતથી યહુદીઓને બીજી જાતિઓ કરતાં વધારે કાય લાભ છે?


જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?


તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.


જો હું રાજીથી ઈ પરગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો રાજીથી નો કરું, તો મને એની ફરજ હોપવામાં આવી છે.


જેમ કે પરમેશ્વરે બધાય લોકોને મસીહ દ્વારા પોતાની હારે જગતનો મેળ કરાવી દીધો છે, અને લોકોના પાપોનો આરોપ એની ઉપર લગાડતા નથી અને પરમેશ્વરે મેળ કરાવનારા વચનો આપણને હોપી દીધા છે.


પણ ઊલટું, જઈ તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્‍નતીઓની હાટુ હારા હમાસાર હોપેલા છે, એમ મને બેસુન્‍નતીઓની હાટુ હોપેલા છે,


હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.


કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી.


જે લોકો વિશ્વાસીઓની સભામાં બોલે છે એને એવી રીતે બોલવું જોયી જેમ કે ઈ પરમેશ્વરનો જ સંદેશો બોલી રયો છે. ઈ જે બીજાની હાટુ દયાળુ કામ કરે છે એને એવી તાકાત હારે કરવુ જોયી જે પરમેશ્વર એને દેય છે, જેથી તમે પરમેશ્વરનું સન્માન કરી હકો, જેમ ઈસુ મસીહ આપણને સક્ષમ બનાવે છે આપડે બધાય પરમેશ્વરની મહિમા કરી કેમ કે, એની પાહે બધાયની ઉપર શાસન કરવાનો પુરો અધિકાર છે સદાય હાટુ છે એવુ જ થાય. આમીન.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


સ્વર્ગદુતે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે તમને દેખાડી છે ઈ હાસી છે, અને ઈ એને ખરેખર પુરી કરશે. પરભુ પરમેશ્વર જે આગમભાખીયાઓને પ્રેરણા આપે છે, પોતાના સ્વર્ગદુત ઈ લોકો જે એની સેવા કરે છે, ઈ બનાવોને દેખાડવા હાટુ મોકલ્યો જે જલ્દી જ થાવી જોયી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ