13 તેઓનું મોઢુ ઉઘાડેલી ખરાબ વાસવાળી કબરોની જેમ છે કેમ કે, જે વાતો ઈ બોલે છે ઈ ખરાબ છે. ઈ પોતાના શબ્દોનો ઉપયોગ લોકોને દગો દેવા હાટુ કરે છે અને જે કાય પણ ઈ કેય છે ઈ લોકોના હોઠોમાં એરુનું ઝેર છે.
નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.