તેઓનું મોઢુ ઉઘાડેલી ખરાબ વાસવાળી કબરોની જેમ છે કેમ કે, જે વાતો ઈ બોલે છે ઈ ખરાબ છે. ઈ પોતાના શબ્દોનો ઉપયોગ લોકોને દગો દેવા હાટુ કરે છે અને જે કાય પણ ઈ કેય છે ઈ લોકોના હોઠોમાં એરુનું ઝેર છે.
અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.
હાસીન તમે ઈ ઘેટાની જેવા હતાં, જે ખોવાય ગયા હતાં, પણ હવે તમે આત્માના ભરવાડ એવા ઈસુની પાહે પાછા આવ્યા છો, જે એક આગેવાન ભરવાડની જેમ પોતાના ઘેટાઓની હંભાળ રાખે છે.