તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે
અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી.