Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:8 - કોલી નવો કરાર

8 પણ જે સ્વાર્થી છે અને હાસને નથી માનતા અને જે ભુંડુ કરવા માગે છે, એની ઉપર પરમેશ્વર ગુસ્સે થાહે અને બોવજ કઠણ દંડ આપશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:8
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.


પણ બધાયે ઈ સંદેશાને માન્યો નય; કેમ કે, યશાયા આગમભાખીયો કેય છે કે, હે પરભુ અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કરયો છે?


મસીહે મારા દ્વારા જે કરયુ છે હું ઈ કેવા હાટુ સાહસી છું, હું બિનયહુદી લોકોને પરમેશ્વરનું પાલન કરાવવામાં સક્ષમ છું, જઈ તેઓએ મારા શબ્દોને હાંભળ્યા અને મારા કામોને જોયા તો તેઓએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.


પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.


જો પરમેશ્વર પોતાનો કોપ અને પોતાનું સામર્થ્ય પરગટ કરવાની ઈચ્છા રાખીને નાશને લાયક વસ્તુનું કોપના ધણીએ ધીરજથી સહન કરયુ.


પણ જો કોય વિવાદ કરવા માગે, તો ઈ જાણે કે, નય આપડી વસે અને નય પરમેશ્વરની મંડળીમાં એની સિવાય અમારી પાહે એવો કોય રીવાજ નથી.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,


પણ બીજા મસીહ જેવા નિખાલસ ભાવથી નય, પણ જેલખાનામાં હું વધારે દુખી થાવ ઈ હાટુ પરચાર કરે છે.


પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા.


અને જે લોકો પરમેશ્વરને નથી ઓળખતા, અને પરભુ ઈસુ મસીહના હારા હમાસારને માનતા નથી, તેઓને ઈ સજા આપશે.


પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.


પણ ન્યાયની ભયાનક વાટ અને વેરીઓને બાળી નાખનારી આગનો કોપ ઈજ બાકી રેય છે.


જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.


અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા.


પણ તમે પોત પોતાના મનમા ખરાબ ઈર્ષા અને સ્વાર્થ રાખો છો, તો મેણાનો મારતા અને હાસના વિરોધમાં નો તો ખોટુ બોલતા.


ઈ હાટુ કે, જ્યાં ઈર્ષા અને સ્વાર્થ હોય છે, ન્યા ડખો અને બધાય પરકારના ખરાબ કામો પણ થાય છે.


તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.


હું આ ઈ હાટુ કય રયો છું કેમ કે, હવે વખત આવી ગયો છે કે, પરમેશ્વર લોકોનો ન્યાય કરવાનું શરુ કરે અને પેલા ઈ લોકોનો ન્યાય કરશે જે એના છે કેમ કે, ઈ પેલા આપડે વિશ્વાસીઓનો ન્યાય કરશે, એવી ભયાનક વસ્તુઓની વિષે વિસારો જે ઈ લોકોની હારે થાહે, જે હારા હમાસારનું પાલન નથી કરતાં જે એનાથી આવે છે.


તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે.


પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ