અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.