Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:5 - કોલી નવો કરાર

5 પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:5
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


જો પરમેશ્વર પોતાનો કોપ અને પોતાનું સામર્થ્ય પરગટ કરવાની ઈચ્છા રાખીને નાશને લાયક વસ્તુનું કોપના ધણીએ ધીરજથી સહન કરયુ.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.


એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો.


શાસ્ત્ર આમ કેય છે, “જો આજે તમે પરમેશ્વરનો શબ્દ હાંભળો છો, તો જેમ તમે પરમેશ્વર વિરુધ બળવો કરયો; તઈ જેવા હઠીલા બન્યા એવા હઠીલા બનશો નય.”


આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”


તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે.


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


પણ પરમેશ્વર ઈ જ આજ્ઞા દ્વારા આભ અને પૃથ્વીને; જે અત્યારે હયાત છે, રાખી રયો છે, એટલે કે, આગથી એનો નાશ કરી દેય. ઈ તેઓને ઈ દિવસ હાટુ રાખી રયો છે, જઈ ઈ ન્યાય કરશે અને ઈ લોકોનો નાશ કરી દેહે; જે એની આજ્ઞાનું પાલન નથી કરતા.


યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.


મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી.


આ ઈ ભયાનક દિ છે જે દિ ઈ આપણને સજા દેહે. કોય પણ બસી નય હકે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ