Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:29 - કોલી નવો કરાર

29 એક હાસો યહુદી ઈ છે જેનુ હૃદય પરમેશ્વરની હારે હાસુ છે. અને હાસી સુન્‍નત ખાલી શાસ્ત્રનું પાલન કરવુ ઈ નથી પણ ઈ હૃદયનું બદલાણ છે જે પરમેશ્વરની આત્મા દ્વારા ઉત્પન થાય છે. આવો માણસ લોકોથી નય, પણ પરમેશ્વર તરફથી પ્રશંસા પામે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:29
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરભુએ એને કીધું કે, હે ઢોંગીઓ ફરોશી ટોળાના લોકો તમે થાળી અને વાટકાઓ બારથી સાફ કરો છો, પણ તમારા અંદર તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી ખરાબ વસ્તુઓ છે.


અને લોકો કેહે પણ નય કે, જોવો, આયા પરમેશ્વરનું રાજ્ય છે, કા ન્યા છે! “કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તો તમારામા જ છે.”


કેમ કે પરમેશ્વર તરફથી થાતા વખાણ કરતાં તેઓ લોકો તરફથી થાતા વખાણ વધારે ઈચ્છતા હતા.


પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.


તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?


કદાસ કોક પુછે કે, શું સુન્‍નતથી યહુદીઓને બીજી જાતિઓ કરતાં વધારે કાય લાભ છે?


પણ આપડે ઈ નિયમશાસ્ત્રના હાટુ મરી ગયા જેણે એકવાર આપણને બાંધી લીધા હતા. હવે નિયમશાસ્ત્રથી એવી રીતે છૂટી ગયા, કે હવે આપડે પરમેશ્વરની સેવા જુની રીતે લખેલ નિયમશાસ્ત્રને માનવાથી નથી કરતાં પણ આત્મામાં રેવા દ્વારા નવી રીતેથી કરી છયી.


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.


કેમ કે જે પોતાની વાહ-વાહ કરે છે, ઈ નય, પણ જેની વાહ-વાહ પરભુ કરે છે, ઈ માન્ય થાય છે.


જેણે આપણને નવા કરારના ચાકર થાવા લાયક બનાવ્યા છે, આ કરારમાં લખેલુ મુસાના નિયમ પરમાણે નથી, પણ પવિત્ર આત્મા પરમાણે છે, કેમ કે, લખેલુ છે કે, મુસાના નિયમનું પાલન નય કરવાનું પરિણામ મરણ છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે.


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


પરમેશ્વરે આપણને લાયક હમજીને હારા હમાસાર હોપ્યા છે. ઈ હાટુ આપડે માણસોને રાજી કરવા હાટુ નય, પણ આપડા હ્રદયને ઓળખનારા પરમેશ્વરને રાજી કરવા હાટુ શિક્ષણ આપી છયી.


તમારી સુંદરતા આ વાત ઉપર આધારિત હોવી જોયી, કે તમે ખરેખર કોણ છો, આ એક વિનમ્ર અને શાંત ગુણ છે, જો કે પરમેશ્વરની હાટુ બોવજ કિંમતી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ