કેમ કે, પરમેશ્વર લોકોને પોતાની હારે ખાલી એટલા હાટુ હાસા નથી ઠરાવતો કેમ કે, તેઓએ મૂસાના નિયમશાસ્ત્રને હાંભળ્યું છે. પણ ઈ એવુ તઈ કરે છે જઈ તેઓ એવુ કરે છે જે મુસાનો નિયમશાસ્ત્ર કેય છે કે, તેઓને કરવુ જોયી.
દેહથી જે સુન્નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?
આયા હુધી કે, તેઓ સુન્નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્નત એના કારણે થય છે.