પણ એણે ઈ લોકોને જવાબ વાળ્યો કે, આ પેઢીના ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ, ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની, એને અપાહે નય.
ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.
અને શિક્ષણ આપતી વખતે તેઓને કીધુ કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે કે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની ગુફા બનાવી દીધી છે.”
હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે.