18 તમે જાણો છો કે, પરમેશ્વર તમારાથી શું કરાવવા માગે છે અને તમે જાણો છો કે, શું હાસુ છે કેમ કે, તમને મૂસાના નિયમશાસ્ત્રમાંથી શીખવાડયુ છે.
હું આ ઈ હાટુ કરી રયો છું કે, જેથી તમને દરેક એવી વાતુની હાસી ખબર પડે જે લોકો દ્વારા તમને શીખવાડવામાં આવી છે.
અને ઈ ચાકરે જે પોતાના માલિકની ઈચ્છા પરમાણે નો હાલ્યો, પણ ઈ તૈયાર નો રયો, અને એના માલિકની ઈચ્છા પરમાણે હાલ્યો, ઈ ઘણોય માર ખાહે.
જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે.
જેટલી વાતો પેલાથી શાસ્ત્રમા લખેલી છે, ઈ આપડા જ શિક્ષણ હાટુ લખેલુ છે કે, જેથી શાસ્ત્રમાંથી મળતા ધીરજ અને પ્રોત્સાહનથી આપડામાં આશા ઉત્પન થાય.
જો તમને પાકી ખાતરી છે કે, તમે એવા લોકો છો જેને આંધળા લોકોને પરમેશ્વરનો મારગ દેખાડવો જોયી અને તમે ઈ લોકોની હાટુ એક અંજવાળાની જેમ છો જે અંધારામાં છે.
જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.
પણ દરેક વચનને પારખો કે, ઈ પરમેશ્વર તરફથી છે કે નય. અને જે વાત હાસી છે ઈ વાતને માની લ્યો.
પણ બીજી બાજુ જેઓ વિશ્વાસમાં પરિપક્વ છે ઈ હાટુ કે, જેઓ હાસા અને ખોટાને પારખવામાં મજબુત છે, તેઓને હાટુ ભારે ખોરાક છે.
ઈ હાટુ જે કોય ભલાય કરવાનું જાણતો હોય છે, અને નથી કરતાં, તેઓની હાટુ આ પાપ છે.