Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:15 - કોલી નવો કરાર

15 ઈ બતાવે છે કે, પરમેશ્વરનાં નિયમશાસ્ત્ર તેઓના હ્રદયોમાં લખેલુ છે, કેમ કે, તેઓ પોતાનો વિવેક દેખાડે છે કે, આ હાસુ છે કેમ કે, તેઓનો વિસાર કા તો એની ઉપર દોષ લગાડે છે કા તેઓને બતાવે છે કે, ઈ હાસુ કરી રયા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:15
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.


પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


એનાથી હું પોતે કોશિશ કરું છું કે, પરમેશ્વર અને માણસની નજરમાં મારૂ મન સદાય નિરદોષ રેય.


ફરીથી જઈ બીજી જાતિના લોકો જેઓની પાહે નિયમશાસ્ત્ર નથી, તઈ લોકો સામાન્ય રીતેથી મૂસાના નિયમશાસ્ત્રને મેળવેલા કામોમાંથી થોડાક કામો કરે છે. તો મૂસાના નિયમશાસ્ત્ર તેઓની પાહે નો હોવા છતાં પણ તેઓ સાબિત કરે છે કે, તેઓની પાહે તેઓના પોતાના મનમા એક નિયમશાસ્ત્ર છે.


દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?


હું મસીહમાં હાસુ બોલું છું, હું ખોટુ બોલતો નથી, મારૂ મન હોતન પવિત્ર આત્મામાં મારૂ સાક્ષી છે કે,


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


ઈ હાટુ પરભુની બીક રાખીને આપડે માણસોને હમજાવી છયી; આપડે પરમેશ્વરની આગળ પરગટ થયા છયી ઈ હારે મારી આશા છે કે, તમારા મનમાં પણ પરગટ થયા છયી.


જે લોકો ખોટા અને ઢોંગી છે, જે આ પરકારનું ખોટુ શિક્ષણ આપે છે કેમ કે, ઈ પોતે નથી હમજતા કે, હાસુ કરી રયા છે કે, ખોટુ, એવી જ રીતે જેમ કે, એક ગરમ લોખંડથી દેહના માસને હળગાવી દેવામાં આવ્યો હોય અને ખબર પણ નો પડી હોય.


જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ