પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,
જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો.
યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો.
જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.