Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:10 - કોલી નવો કરાર

10 પણ હારું કરનાર દરેક ઉપર મહિમા, માન અને શાંતિ આયશે, પેલા યહુદીઓ પછી બિનયહુદીઓ ઉપર;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:10
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જો તે ઘર લાયક હોય, તો તમારી શાંતિ એની ઉપર આયશે, પણ જો ઈ લાયક નય હોય, તો તમારી શાંતિ તમારી ઉપર પાછી આયશે.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


ઈસુએ યરુશાલેમને જોયને કીધું કે, “હું ઈચ્છું છું કે ઈ આજે શાંતિથી લીયાવી હકાય ઈ જાણ્યું હોત. પણ ઈ તે જાણ્યું નથી કેમ કે, ઈ તારાથી હતાડીને રાખેલું છે.


જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો.


પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”


જો કોય મારી સેવા કરવા માગે, તો ઈ મારો ચેલો બને, તઈ જ્યાં હું છું, ન્યા મારો ચેલો પણ રેહે. જો કોય મારી સેવા કરતો હોય, તો બાપ એનો આદર કરશે.”


હું તમને શાંતિ આપું છું, જે શાંતિ મારી પાહે છે, આ ઈ શાંતિ નથી જે જગતના લોકો તમને દેય છે. તમે મનમા દુખી નો થાવ અને બીવોમાં .


હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


પણ દરેક બિનયહુદી લોકો એની બીક રાખે છે અને પરમેશ્વરની ઈચ્છાની પરમાણે કામ કરે છે, એને માંને છે.


પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


પરમેશ્વર તેઓની ઉપર કોપ, ગુસ્સો, મુશીબત અને વેદના લીયાવશે, પરમેશ્વર જે ભુંડુ કરે છે, તેઓમાં પેલા યહુદી લોકોનો ન્યાય કરશે અને પછી બિનયહુદીનો.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


પોતાના પાપીલા સ્વભાવને પોતાના મનને કાબુમાં કરવા દેવું મોત બાજું લય જાય છે, પણ આત્માને પોતાના મનને કાબુમાં કરવા દેવાથી જીવન અને શાંતિ મળે છે.


શું કુંભારને ગારા ઉપર અધિકાર નથી કે, ઈ ગારાના લોંદામાંથી એક વાસણ ખાસ પરસંગ હાટુ અને બીજુ વાસણ સામાન્ય ઉપયોગ હાટુ ઘડે.


અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


થોડાક વખત હાટુ જ સ્વર્ગદુતો કરતાં તમે એને ઉતરતો કરયો, પણ પછી તમે એને મહિમા અને માનનો મુગટ પેરાવ્યો અને બધીય વસ્તુઓ ઉપર અધિકારી બનાવ્યો.


તમે જોય લીધું કે, વિશ્વાસે એના કામોની હારે મળીને અસર નાખ્યો છે, અને ભલા કામોથી વિશ્વાસ પુરો થયો છે.


તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


જઈ ઈસુ મસીહ જે આપડો મુખ્ય સરાવનાર છે, ઈ પાછો આયશે, તઈ તમને ઈ એક સુંદર મુગટ આપશે, જે કોય દિ પોતાની સમક ગુમાવશે નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ