Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 16:4 - કોલી નવો કરાર

4 એણે મારો જીવ બસાવવા હાટુ પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. અને ખાલી હું જ નય પણ બિનયહુદીઓની આખી મંડળી પણ તેઓનો આભાર માંને છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 16:4
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોતાના મિત્રની હાટુ પોતાનો જીવ દય દેવો એનાથી બીજો કોય મોટો પ્રેમ નથી.


ઈ આવા માણસો છે, જેઓએ આપડા પરભુ ઈસુ મસીહની હાટુ પોતાના જીવ જોખમમાં નાખ્યો છે.


પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.


આ રીતે મંડળીના લોકો વિશ્વાસમા મજબુત થાતા ગયા અને સંખ્યામાં હરેક દિવસે વધવા લાગ્યા.


આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


પ્રિસ્કીલાબહેન અને એનો ધણી આકુલાભાઈને જે ઈસુ મસીહમા મારી હારે કામ કરનારા છે એને સલામ કેજો.


અને ઈ મંડળીને પણ સલામ જે એના ઘરમાં ભેગી થાય છે. મારા વાલા અપાઈનેતસ જે આસિયા પરદેશથી મસીહ ઉપર વિશ્વાસ કરનારો પેલો માણસ હતો. એને મારી સલામ.


કોય પણને એક ન્યાયી માણસ હાટુ મરવુ અઘરું છે, કદાસ બની હકે કે, કોય ખરેખર હારા માણસ હાટુ મરવા હાટુ તૈયાર થય જાય.


હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.


ખાલી જેમ પરમેશ્વરે બધાયને વેસી દીધું છે અને પરભુએ બધાયને બોલાવ્યા છે, એમ ઈ બધાએ હાલવું; અને ઈ જ નિયમ હું બધાય વિશ્વાસી મંડળીઓ હાટુ ઠરવું છું.


કેમ કે, મસીહના કામ હાટુ ઈ મોતની પાહે આવી ગયો અને મારી હાટુ તમારી સેવામાં જે અધૂરું હતું ઈ પુરું કરવામા એણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ