ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.
હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.