Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 16:21 - કોલી નવો કરાર

21 તિમોથી મારો સાથીદાર અને લુકિયસ અને યાસોન અને સોસીપાતર મારા સાથી યહુદી લોકો, તેઓ તમને સલામ કેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 16:21
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.


તઈ વિશ્વાસી લોકોએ તરત પાઉલને દરિયા કાઠે મોકલી દીધો, પણ સિલાસ અને તિમોથી બેરિયા શહેરમાં જ રયા.


પણ યહુદી લોકોએ અદેખાય રાખી અને બજારમાંથી થોડાક ગુંડા પોતાની હારે લય, અને ટોળું બનાવી શહેરમાં હુમલો કરવા લાગ્યા, અને તેઓએ પાઉલ અને સિલાસને ગોતવા હાટુ યાસોનને ઘરે હુમલો કરયો, અને તેઓને લોકોની હામે લાવવાની કોશિશ કરી.


જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.


ઈ હાટુ એની સેવા મદદ કરવાવાળામાંથી તિમોથી અને એરાસ્તસને મકદોનિયા પરદેશમા પોતાની આગળ મોકલી દીધો, અને પોતે થોડાક દિવસ આસિયા પરદેશના ઈફીસુસ શહેરમાં રય ગયો.


બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં.


મારા યહુદી ભાઈ હેરોદીયાને સલામ કેજો. નાર્કીસસના પરિવારને જે લોકો મસીહી છે, એને પણ સલામ કેજો.


આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.


કેમ કે, મારા ભાઈઓને બડલે, એટલે દેહના સબંધમાં મારા હગા સબંધીને બડલે હું પોતે જ હરાપિત થયને મસીહથી તરછોડાય જાવ, જાણે કે, એવી મને ઈચ્છા થાય છે.


પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું


કેમ કે, પરમેશ્વરનો દીકરો ઈસુ મસીહ જેનો પરચાર મારો અને સિલાસ અને તિમોથી દ્વારા તમારી વસે પરગટ કરયો, એમા જે કાય પણ તમારાથી કેવામાં આવ્યું છે, એમા હાં અને ના બેય નથી પણ એમા ખાલી “હાં” છે.


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


હું પાઉલ આ પત્ર લખું છું, અને હું મસીહ ઈસુનો ગમાડેલો ચેલો છું કેમ કે, પરમેશ્વરે મને એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડયો. સાથી વિશ્વાસી ભાઈ તિમોથી મારી હારે છે.


આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહમા થેસ્સાલોનિકા શહેરની વિશ્વાસી લોકોની મંડળી હાટુ પાઉલ, સિલાસ અને તિમોથીની તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


હે તિમોથી, તને જે પરમેશ્વરે કરવાનું કીધું છે ઈ કરયા કર. અન્યાયી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી જ્ઞાન કેય છે એવી મુરખાય ભરેલી બાબતો જેનાથી વિરોધ થાય છે એનાથી છેટો રેજે.


હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


આપડા ભાઈ તિમોથીને જેલખાનામાંથી છોડી દીધો છે આ જાણકારી આપું છું, અને જો ઈ જલ્દી આવી ગયો, તો જઈ હું તમને મળવા હાટુ આવય એને પણ મારી હારે લીયાવય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ