2 સંતોને શોભે એવી રીતે તમે પરભુની લીધે એને ધારણ કરો, અને જે કોય બાબતમાં એને તમારી મદદની જરૂર હોય એમા તમે એની મદદ કરજો; કેમ કે, ઈ પોતે મને અને ઘણાય બીજા લોકોને હોતન મદદ કરનાર થય છે.
ગાયસ પણ તમને પોતાની સલામ આપી રયો છે. હું એના ઘરમાં રવ છું જ્યાં મંડળી ભેગી થાય છે. એરાસ્તસ, જે આ શહેરનો ભંડારી છે અને આપડો ભાઈ કવાર્તુસ પણ તમને સલામ કરે છે.
ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.
આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.