19 પણ તમારી આજ્ઞા પાલન બધાય લોકોમાં જાહેર થયુ છે, ઈ હાટુ હું તમારી વિષે રાજી થાવ છું; અને મારી ઈચ્છા એવી છે કે તમે હારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાવ.
પેલા હું તમારા બધાયની હાટુ ઈસુ મસીહ દ્વારા આપડા પરમેશ્વરનો આભાર માનુ છું કેમ કે, ઘણીય જગ્યાઓમાં માણસો આ વિષે વાતો કરે છે કે, તમે કેવી રીતે મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ બાબતોની વિષે એક બાળકની જેમ વિસારવાનું બંધ કરો, જઈ ઈ ખરાબની વાતો આવે છે તઈ બાળકોની જેમ નિર્દોષ રયો, અને આ રીતેની બાબતોને હંમજવામાં હમજુ થાવ.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.