તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.
એકબીજાને ગાલ ઉપર એક સુમ્બન હારે સલામ કરો, એમ બતાવવા હાટુ કે, તમે એક-બીજાને પ્રેમ કરો છો. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને બધાયને જે મસીહમા ભળી ગયા છો શાંતિ આપે. આમ, આમીન.