જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.