અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.
ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.