જઈ ફેસ્તસ રાજ્યપાલ દ્વારા આ નક્કી થય ગયુ કે અમે વહાણ દ્વારા ઈટાલીયા પરદેસ જાયી, તો રોમી અધિકારીઓએ પાઉલ અને થોડાક બીજા આરોપીને પણ જુલિયસ નામનો મોટો રાજા ઓગુસ્તુસના હો સિપાઈઓના અધિકારીને હોપી દીધા. જુલિયસ નામનો માણસ સમ્રાટ ઓગુસ્તુસની લશ્કરી ટુકડીનો હતો.
ઈ હાટુ આપડે પ્રોત્સાહન મળે, અને આપડા આ પ્રોત્સાહનની હારો-હાર તમે જે રીતેથી તિતસની મદદ કરી અને તિતસે જે અમને કીધું એની વિષે અમે હોતેન વધારે રાજી થ્યા છયી.