અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
છેલ્લે, હે વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો કે, પરભુ ઈસુ મસીહની વિષેનો સંદેશો બધીય જગ્યાએ જલ્દી લોકોમા ફેલાય અને લોકો એની ઉપર એમ જ વિશ્વાસ કરે જેમ તમે વિશ્વાસ કરયો.
જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,