જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
પણ હવે, આ વિસ્તારમાં મે જે લોકોએ મસીહના વિષે નથી હાંભળ્યું, તેઓએ પણ હારા હમાસાર હંભળાવાનું કામ પુરું કરી દીધુ છે અને ઘણાય વરહથી મને તમારી પાહે આવવાની ઈચ્છા છે.
અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.
હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.
આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.